Latest News
  • આંતર રાષ્ટ્રિય મહિલા દિનની ઉજવણી

    શ્રી પી. કે. દેસાઇ કેળવણી મંડળ સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ઓલપાડમાં આંતર રાષ્ટ્રિય મહિલા દિવસની ઉજવણી તા.૦૭-૦૩-૨૦૨૦ના રોજ ઉત્સાહભેર કરવામાં આવી હતી. આચાર્યશ્રી ડૉ. ઈશ્વરભાઈ એમ. પટેલના અધ્યક્ષપણા હેઠળ તેમજ કૉલેજના વિમેન્સ સેલ અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આચાર્યશ્રી ડૉ. ઈશ્વરભાઈ પટેલે વિશ્વ મહૈલા દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય સમજાવતા જણાવ્યું હતું કે રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક તેમજ આર્થિકક્ષેત્રે મહિલાઓને સ્વ-વિકાસની સમાન તકો મળે એ હેતુથી મહિલા શસક્તિકરણના ભાગરૂપે આંતર રાષ્ટ્રિય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. કોલેજમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યામાં ૫૦% જેટલી સંખ્યા વિદ્યાર્થિઓની છે અને કોલેજનું સંચાલક મંડળ, આચાર્યશ્રી, અધ્યાપકો તેમજ વહીવટી કર્મચારીઓ પણ વિદ્યાર્થિનીઓને સતત પ્રોત્સાહિત કરે છે તેમજ બહેનોને લગતી સમસ્યાઓનું તુરંત નિરાકરણ આવે તેવા પ્રયત્નો કરવામાં આવે છે. એન.સી.સી. રિપબ્લિક ડે ની પરેડમાં સતત બીજા વર્ષે પણ કોલેજમાંથી પસંદગી પામનાર વિદ્યાર્થિનીઓ સીનિયર અન્ડર ઓફિસર પટેલ દિયા તેમજ ગરીબ મિનાક્ષીને આચાર્યશ્રી તેમજ ઓફિસ સુપ્રિન્ટેન્ડનશ્રી યોગેશભાઈ અડાજણિયા દ્વારા મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આચાર્યશ્રી તેમજ ઉપસ્થિત કમિટીના સભ્યો દ્વારા વિદ્યાર્થીનીઓને પ્રગતિના પંથે આગળ વધતા રહે એવી શુભેચ્છા આપવામાં આવી હતી. કાર્યક્રમમાં આચાર્યશ્રી, કોલેજનો તમામ મહિલા સ્ટાફ, વા.પ્રિન્સિપલશ્રી આર.બી.ઢિમ્મર, એન.સી.સી. ઓફિસરશ્રી જે. એમ. રાણા અને એન.એસ.એસ. ઓફિસરશ્રી ડૉ. રમેશભાઈ માછી, શ્રી નિલેશભાઈ પટેલ, તમામ મહિલા સ્ટાફ તેમજ વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમના અંતે આભારવિધિ ડૉ. ગીતાબેન ગરાસીયા દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન પ્રા. રીતાબેન પતેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

  • ૧લી મે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ નિમિત્તે વિવિધ સ્પર્ધાના આયોજન બાબત

    ૧લી મે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ હોય, સરકારશ્રી તરફથી ગુજરાત સ્થાપના દિન નિમિત્તે કોલેજ કક્ષાએ ડિઝીટલ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ છે. સપ્તધારા અંતર્ગત ડિઝીટલ નિબંધ સ્પર્ધામાં, કાવ્ય સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાઓમાં ભાગ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ પોતાની કૃતિઓ olpadcollege@yahoo.co.in પર મેઈલ કરવાની રહેશે. વિદ્યાર્થીઓના પ્રોત્સાહન માટે પ્રથમક્રમને રૂ.૧૦૦૦/-, દ્વિતીયક્રમને રૂ.૫૦૦/- અને તૃતિયક્રમને રૂ.૩૦૦/- ઈનામ આપવામાં આવશે. સ્પર્ધા વિષય: "ગુજરાતના ગૌરવ અને અસ્મિતા સ્વરૂપ કોરોના વોરિયર્સની ભુમિકા" મેઈલમાં વિદ્યાર્થીનું નામ, સરનામુ, વર્ગ, રોલ નંબર અને મોબાઈલ નંબર અવશ્ય આપવાનો રહેશે.